“સેવા Vs ભગવા”

આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી સત્યદેવ આવ્યા, દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યા હતા, તે જોઈ તેઓ બહુ પ્રસન્ન થયા.એક દિવસ બાપુ પાસે જઈને તેઓ કહેવા લાગ્યા, ‘હું આપના આશ્રમમાં દાખલ થવા માંગું છું.’ બાપુ કહે, ‘બહુ સારું, પણ આશ્રમમાં દાખલ થાઓ એટલે આપને આ ભગવા કપડા ઉતારવા પડશે.’

સત્યાદેવજીએ કહ્યું, ‘એમ કેમ બને?  હું તો સન્યાસી છુ ને? ‘

બાપુએ કહ્યું, ‘હું સન્યાસ છોડવાનું નથી કહેતું, પણ આપણા દેશમાં ભગવા કપડા જોતા જ લોકો તે ઓઢનારની સેવા કરવા મંડી પડે છે. હવે આપણુ કામ સેવા લેવાનું નહિ, સેવા કરવાનું છે. આપણે કરવા માંગીએ છીએ તેવી સેવા લોકો તમારા આ  ભગવા ને લીધે તમારી પાસેથી નહિ લે. ઉલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે, જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે આવે, તે કેમ રાખીએ? સન્યાસ માનસિક વસ્તુ છે, તેને બાહ્ય પોશાક સાથે સો સબંધ? ભગવા છોડવાથી સન્યાસ ઓછો છૂટે છે?

 

સાત વિચાર યાત્રા માંથી (કાકા કાલેલકરની વિચાર યાત્રા)

આજનો સુવિચાર

ઘરના સભ્યોનો સ્નેહ ડોક્ટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.

– પ્રેમચંદ

જે ઘરમાં વડીલની સલાહ લેવાતી ના હોય તે ઘરમાં સમય જતાં વકીલની સલાહ લેવાની નોબત આવી શકે.

IPL Time-Table’ 2016

Please note that this schedule may be subject to change for any reason as may be required in the sole discretion of BCCI.
2016 SEASON SCHEDULE
IPLT20.COM
DAY DATE TIME MATCH HOME TEAM AWAY TEAM VENUE
Sat 09-April 8pm  1 Mumbai Indians Vs. Rising Pune Supergiants Mumbai
Sun 10-April 8pm 2 Kolkata Knight Riders Vs Delhi Daredevils Kolkata
Mon 11-April 8pm 3 Kings XI Punjab  Vs Gujarat Lions Mohali
Tue 12-April 8pm 4 Royal Challengers Bangalore Vs. Sunrisers Hyderabad Bengaluru
Wed 13-April 8pm 5 Kolkata Knight Riders Vs. Mumbai Indians Kolkata
Thu 14-April 8pm 6 Gujarat Lions Rising  Vs.Pune Supergiants Rajkot
Fri 15-April 8pm 7 Delhi Daredevils  Vs.Kings XI Punjab Delhi
Sat 16-April
4pm 8 Sunrisers Hyderabad Kolkata Knight Riders Hyderabad
8pm 9 Mumbai Indians Gujarat Lions Mumbai
Sun 17-April
4pm 10 Kings XI Punjab Rising Pune Supergiants Mohali
8pm 11 Royal Challengers Bangalore Delhi Daredevils Bengaluru
Mon 18-April 8pm 12 Sunrisers Hyderabad Mumbai Indians Hyderabad
Tue 19-April 8pm 13 Kings XI Punjab Kolkata Knight Riders Mohali
Wed 20-April 8pm 14 Mumbai Indians Royal Challengers Bangalore Mumbai
Thu 21-April 8pm 15 Gujarat Lions Sunrisers Hyderabad Rajkot
Fri 22-April 8pm 16 Rising Pune Supergiants Royal Challengers Bangalore Pune
Sat 23-April
4pm 17 Delhi Daredevils Mumbai Indians Delhi
8pm 18 Sunrisers Hyderabad Kings XI Punjab Hyderabad
Sun 24-April
4pm 19 Gujarat Lions Royal Challengers Bangalore Rajkot
8pm 20 Rising Pune Supergiants Kolkata Knight Riders Pune
Mon 25-April 8pm 21 Kings XI Punjab Mumbai Indians Mohali
Tue 26-April 8pm 22 Sunrisers Hyderabad Rising Pune Supergiants Hyderabad
Wed 27-April 8pm 23 Delhi Daredevils Gujarat Lions Delhi
Thu 28-April 8pm 24 Mumbai Indians Kolkata Knight Riders Mumbai
Fri 29-April 8pm 25 Rising Pune Supergiants Gujarat Lions Pune
Sat 30-April
4pm 26 Delhi Daredevils Kolkata Knight Riders Delhi
8pm 27 Sunrisers Hyderabad Royal Challengers Bangalore Hyderabad
Sun 01-May
4pm 28 Gujarat Lions Kings XI Punjab Rajkot
8pm 29 Rising Pune Supergiants Mumbai Indians Pune
Mon 02-May 8pm 30 Royal Challengers Vs. Bangalore Kolkata Knight Rider Bengaluru
Tue 03-May 8pm 31 Gujarat Lions Delhi Daredevils Rajkot

Wed 04-May 8pm 32 Kolkata Knight Riders Kings XI Punjab Kolkata

Thu 05-May 8pm 33 Delhi Daredevils Rising Pune Supergiants Delhi
Please note that this schedule may be subject to change for any reason as may be required in the sole discretion of BCCI.
2016 SEASON SCHEDULE
IPLT20.COM
DAY DATE TIME MATCH HOME TEAM AWAY TEAM VENUE
Fri 06-May 8pm 34 Sunrisers Hyderabad Gujarat Lions Hyderabad
Sat 07-May
4pm 35 Royal Challengers Bangalore Rising Pune Supergiants Bengaluru
8pm 36 Kings XI Punjab Delhi Daredevils Nagpur
Sun 08-May
4pm 37 Mumbai Indians Sunrisers Hyderabad Mumbai
8pm 38 Kolkata Knight Riders Gujarat Lions Kolkata
Mon 09- May 8pm 39 Kings XI Punjab Royal Challengers Bangalore Nagpur
Tue 10-    May 8pm 40 Rising Pune Supergiants Sunrisers Hyderabad Pune
Wed 11-   May 8pm 41 Royal Challengers Bangalore Mumbai Indians Bengaluru
Thu 12-   May 8pm 42 Sunrisers Hyderabad Delhi Daredevils Hyderabad
Fri 13-     May 8pm 43 Mumbai Indians Kings XI Punjab Mumbai
Sat 14-May
4pm 44 Royal Challengers Bangalore Gujarat Lions Bengaluru
8pm 45 Kolkata Knight Riders Rising Pune Supergiants Kolkata
Sun 15-May
4pm 46 Mumbai Indians Delhi Daredevils Mumbai
8pm 47 Kings XI Punjab Sunrisers Hyderabad Nagpur
Mon 16-May 8pm 48 Kolkata Knight Riders Royal Challengers Bangalore Kolkata
Tue 17-May 8pm 49 Rising Pune Supergiants Delhi Daredevils Pune
Wed 18-May 8pm 50 Royal Challengers Bangalore Kings XI Punjab Bengaluru
Thu 19-May 8pm 51 Gujarat Lions Kolkata Knight Riders Rajkot/Kanpur
Fri 20-May 8pm 52 Delhi Daredevils Sunrisers Hyderabad Raipur
Sat 21-May
4pm 53 Rising Pune Supergiants Kings XI Punjab Pune
8pm 54 Gujarat Lions Mumbai Indians Rajkot/Kanpur
Sun 22-May
4pm 55 Kolkata Knight Riders Sunrisers Hyderabad Kolkata
8pm 56 Delhi Daredevils Royal Challengers Bangalore Raipur
PLAYOFFS
Tue 24-May 8pm Qualifier 1 First placed team Second placed team Bengaluru
Wed 25-May 8pm Eliminator Third placed team Fourth placed team Pune
Fri 27-May 8pm Qualifier 2 Loser of Qualifier 1 Winner of Eliminator Pune
FINAL
Sun 29-May 8pm Final Winner of Qualifier 1 Winner of Qualifier 2 Mumbai

ગુજરાતી બાળગીતો – gujarati Balgeet

એતો કેવી અજબ જેવી વાત છે….

નાની મારી આંખ એ જોતી કાંક કાંક
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાનું મોઢું મારું એ બોલે સારું સારું
એ તો કેવી અજબ જેવી વાત છે…

આંગળી મારી લપટી એથી વગાડું ચપટી
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા હાથ એ તાળી પાડે સાથ
એ તો કેવી અજબ જેવી વાત છે…

પગ મારા નાના એ ચાલે છાનામાના
એ તો કેવી અજબ જેવી વાત છે…

એ તો કેવી અજબ જેવી વાત છે…
એ તો કેવી અજબ જેવી વાત છે…

kid

ડોશીમા ડોશીમા ક્યાં ચાલ્યા….

ડોશીમા, ડોશીમા ક્યાં ચાલ્યાં?

છાણા વીણવાં

છાણા માંથી શું જડ્યુ?

રૂપિયો

રૂપિયાનું શું લીધું?

ગાંઠીયા

ખાય જે ગાંઠીયા, ભાંગે તેના ટાંટિયા

ઉભો રે’જે મારા પીટીયા.

 

મેં એક બિલાડી પાળી છે….

મેં  એક  બિલાડી પાળી  છે

તે  રંગે   બહુ   રૂપાળી  છ

 

તે  હળવે   હળવે ચાલે  છે

ને   અંધારામાં   ભાળે   છે

 

તે  દૂધ  ખાય  દહીં   ખાય

ઘી તો ચપ ચપ ચાટી જાય

 

તે  ઉંદરને  ઝટ પટ  ઝાલે

પણ  કૂતરાથી બીતી ચાલે

 

તેના   દિલ  પર  ડાઘ  છે

તે  મારા  ઘરનો  વાઘ  છે.

 

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા…..

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા

આવશો કે નહિ? આવશો કે નહિ?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીંછા

આપીશ  તને   હું   આપીશ  તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા

આવશો કે નહિ? આવશો કે નહિ?

પહેરવાને સાડી મોરપીંછાવાળી, ઘમ્મરિયો ઘાઘરો

આપીશ  તને   હું   આપીશ  તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા

આવશો કે નહિ? આવશો કે નહિ?

ચક ચક કરજો, ચીં ચીં કરજો, ખાવાને દાણા

આપીશ  તને   હું   આપીશ  તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા

આવશો કે નહિ? આવશો કે નહિ?

બા  નહિ  બોલશે,  બાપુ  નહિ  વઢશે

નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો

નાનો બાબો તો  ઊંઘી ગયો ઊંઘી ગયો

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા

આવશો કે નહિ? આવશો કે નહિ?….

chakiben

chakki ben

ચાંદો સૂરજ રમતાતા…..

 અમે  ચાંદો  સૂરજ રમતા’તા,  રમતાં  રમતાં  કોડી જડી

કોડીનાં  મે   ચીભડાં  લીધાં,  ચીભડે   મને   બી   દીધાં

બી બધાં  મે વાડમાં  નાખ્યાં, વાડે   મને    વેલો  આપ્યો

વેલો    મેં   ગાયને   નીર્યો,  ગાયે    મને   દૂધ   આપ્યું

દૂધ   મેં     મોરને     પાયું,  મોરે   મને   પીછું   આપ્યું

પીંછુ  મેં બાદશાહને આપ્યું,  બાદશાહે  મને ઘોડો આપ્યો

ઘોડો  મેં  બાવળિયે  બાંધ્યો,  બાવળે   મને   શૂળ  આપી

શૂળ    મેં    ટીંબે    ખોસી,  ટીંબે   મને    માટી   આપી

માટી   મેં   કુંભારને  આપી,  કુંભારે   મને  ઘડો  આપ્યો

ઘડો   મેં   કૂવાને   આપ્યો,  કૂવાએ   મને  પાણી  આપ્યું

પાણી   મેં    છોડને   પાયું,  છોડે    મને   ફૂલ   આપ્યાં

ફુલ  મેં પૂજારીને  આપ્યા,  પૂજારીએ  મને પ્રસાદ આપ્યો

પ્રસાદ   મેં   બાને  આપ્યો,  બાએ  મને  લાડવો  આપ્યો

એ  લાડવો  હું  ખાઈ  ગ્યો ને  હું  આવડો મોટો થઈ ગ્યો….

એકડે એક…..

એકડે  એક  પાપડ  શેક

બગડે  બે   ચોપડી   લે

ત્રગડે ત્રણ   વેઢા   ગણ

ચોગડે  ચાર  બેડો  પાર

પાંચડે પાંચ કવિતા વાંચ

છગડે છ  ન શીખે તે  ઢ

સાતડે સાત સાંભળો વાત

આઠડે આઠ  લખજો પાઠ

નવડે  નવ  લડશો  નવ

એકડે મીંડે દશ બસ હવે બસ….

1 to 10

ઢીંગલી મેં તો બનાવી મજાની…..

ઢીંગલી મેં તો બનાવી મજાની

તૈયાર  એને   હવે   કરવાની

ઢીંગલી મેં તો બનાવી મજાની

ઢીંગલી મેં તો બનાવી મજાની

એનું ઝબલું સીવડાવવા દરજી પાસે જાઉં

દરજીભાઈ, દરજીભાઈ  ઝબલું સીવી દ્યો

લાલ પીળા ઓઢણામાં આભલાં જડી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની

ઢીંગલી મેં તો બનાવી મજાની

એનાં ઝાંઝર બનાવવા  સોની  પાસે જાઉં

સોનીભાઈ, સોનીભાઈ ઝાંઝર બનાવી દ્યો

મોતીની   માળા   ને  બંગડી  ઘડી   દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની

ઢીંગલી મેં તો બનાવી મજાની

એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં

મોચીભાઈ, મોચીભાઈ  મોજડી  સીવી દ્યો

લાલ  લાલ  મખમલની મોજડી  સીવી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની

ઢીંગલી મેં તો બનાવી મજાની

એને સુંદર બનાવવા  મમ્મી પાસે જાઉં

મમ્મી,  મમ્મી  પાઉડર  લગાવી   દ્યો

આંખે આંજણ ગાલે લાલી લગાવી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની

ઢીંગલી મેં તો બનાવી મજાની

એનો ગજરો  ગૂંથાવવા  માળી  પાસે  જાઉં

માળી દાદા, માળી દાદા ગજરો બનાવી દ્યો

મોગરા   ગુલાબનો   ગજરો  બનાવી   દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની

ઢીંગલી મેં તો બનાવી મજાની

એને હોંશિયાર  બનાવવા બેન પાસે જાઉં

બેન, ઓ બેન એને લખતાં શિખડાવી દ્યો

એક બે  ત્રણ ચાર  કરતાં શિખડાવી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની

ઢીંગલી મેં તો બનાવી મજાની

તૈયાર  એને   હવે   કરવાની

ઢીંગલી મેં તો બનાવી મજાની…..

doll 3